Wednesday, 29 March 2023

 Samyik Kasoti 1st April 2023 Link


https://gcert.gujarat.gov.in/gcert/departments/gujarati_medium.htm

Friday, 21 September 2012

શાળા સ્વચ્છતા અૅવોર્ડ


શાળા દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે આ માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લેવી.
- સદર માહિતીપત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ભાગ લેવા અંગેનું નોમીનેશન ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે જ તેવો દાવો કરી શકાશે નહિ.
- શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરૂરી આધારો સહ પૂરતી ચોક્સાઇથી ભરવાની રહેશે.

- શાળાના ડાયસ કોડ સહિતની વિગત ભૂલરહિત ભરવાની રહેશે.
- જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે  વિગતો દર્શાવવાની રહેશે.
- સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાઓના નોમીનેશન્સના આધારે 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરતી શાળાઓની એવોર્ડ કમિટિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
- રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમિટિના મૂલ્યાંકનના આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં આવશે.
- શાળા સ્વચ્છતા એવોર્ડના શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે અને તદઅનુસાર એવોર્ડ અંગેની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- શાળા સ્વચ્છતા એવોર્ડ અંગેના સ્વ-મૂલ્યાંકન પત્રકમાં મૂકવામાં આવેલ વિકલ્પ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવેલ છે જે સંદર્ભે પ્રથમ વિકલ્પનો શૂન્ય ગુણ લઇને ચડતા ક્રમમાં ગુણભાર નક્કી કરવામાં આવેલ છે.

-એક શાળા દીઠ  એક   ફોર્મ માન્ય  કરવામાં આવશે. જેથી તમામ વિગતો દયાનપૂર્વક ભરવાની રહેશે.
- તા. 30/11/2018 સુધીમાં નોમીનેશન ફોર્મ ઓનલાઇન ભરવાનું  રહેશે. ઉપરાંત ભરેલ ફોર્મની હાર્ડ કોપીની ફાઇલ જરૂરી આધારો સાથે ડાયટમાં જમા કરાવવાની રહેશે.
-જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી શકે તેઓએ પણ ઓફલાઇન ફોર્મ ભરી ડાયટમાં તા. 30/11/2018 સુધીમાં જરૂરી આધારો સાથે જમા કરાવવું.
- નોમીનેશન ફોર્મ સાથેના જરૂરી આધારો તા. 30/11/2018 સુધીમાં જમા કરાવવાના રહેશે જે શાળાએ નોમીનેશન ફોર્મ  તા. 30/11/2018 સુધીમાં જમા કરાવેલ હોય તેના આધારો તા. 30/11/2018 સુધીમાં સ્વીકારવામાં આવશે.

- અન્ય શાળાને  પ્રેરણા આપવા માટે જે શાળાને વર્ષ-૨૦૧૬ - ૧૭ અને વર્ષ-૨૦૧૭ - ૧૮માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ હોય તે શાળાઓ આગામી  ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
- અન્ય શાળાને  પ્રેરણા આપવા માટે જે શાળાને વર્ષ-૨૦૧૬ - ૧૭ અને વર્ષ-૨૦૧૭ - ૧૮માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ હોય તે શાળાઓ આગામી  ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.- વધુ માહિતી માટે આપણા  ડાયટના પી.ડી.પટેલ ૯૯૨૫૪૬૨૬૯૩   મોબાઈલ નં. પર સંપર્ક કરી શકશો.
                                                                                        
  પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલ

શાળા સ્વચ્છતા અૅવોર્ડ (નોમીનેશન ફોર્મ) - online form